Tuesday, March 13, 2012

હું અબોલ છું...

ચલ આજે ઉઘાડી આંખે એક સપનું જોઈએ ,
તું મારી સાથે ચાલ્યા કરે અને હું તને સાંભળ્યા કરું ......
=====================================
લોકો કહે છે હું અબોલ છું ,
અને તું કહે મારી આંખો બહુ બોલકી છે !!!
વિશ્વાસ લોકોનો શીદ કરું ???
તું જ મને જાણે વધુ કેમકે
હું તને જ તો શ્વાસમાં ભરું છું હરદમ !!!
=====================================
મારા દિવસની શરૂઆત તું છે ,
મારી રાત્રીનું શમણું તું છે ,
શમણું બહુ બીવે છે ઉજાસથી
એટલે તો એ રાત્રીનો હાથ ઝાલીને આવે છે !!!

No comments:

પૂરાલેખ / અર્કાઇવ

લિપ્યાંતરણ

આ બ્લૉગ ને તમારી પસન્દ ની લિપિ માં વાંચો

Roman(Eng) Gujarati Bangla Oriya Gurmukhi Telugu Tamil Kannada Malayalam Hindi
Via chitthajagat.in

ઉપયોગી કડીઓ