Sunday, March 11, 2012

આ સવાર છે રવિવારની ..

આજ સવારે મૌનનું સામ્રાજ્ય તોડી
થોડા અવાજ મારા કાને આવ્યા ટકોરા મારવા ...
એક પોપટ હતો એક કાબર હતી ,
બેઉ એમની સાંકેતિક ભાષામાં  એમની પ્રાર્થના કરતા હતા ....
સૂરજે પહેલા કિરણના આશીર્વાદ આપી એમને કહ્યું ,
ઉડવાથી મળશે તમને મંઝીલો ,
આ  પ્રાર્થના તો પુરુષાર્થ સાથે પરણેલી છે ....
જીવનસાથી બનીને એ ત્યાં જ જાય છે જ્યાં પુરુષાર્થ રહે છે ....
મને આ મૂક સંવાદ અચાનક સંભળાઈ ગયો ,
અને આળસ મરડીને મારો દિવસ બેઠો થયો ....
એક નાનકડી પગપાળા સફર સવારની ,
જોઈ લીધી સવારની દુનિયામાં
કાર્ય વધારે છે અને મૌન વધારે ....
આ સવાર છે રવિવારની ..
સૌને આળસ ભલે હોય એને તો બહુ કામ છે ...

No comments:

પૂરાલેખ / અર્કાઇવ

લિપ્યાંતરણ

આ બ્લૉગ ને તમારી પસન્દ ની લિપિ માં વાંચો

Roman(Eng) Gujarati Bangla Oriya Gurmukhi Telugu Tamil Kannada Malayalam Hindi
Via chitthajagat.in

ઉપયોગી કડીઓ