Tuesday, March 20, 2012

એનું આકાશ મળે એ જરૂરી છે ....

ક્યારેક લાગે છે કે દિલના મકાનની સાફ સુફી જરૂરી છે ,
બહુ તેજસ્વી દિવસને પણ અંધારી એક રાતની જરૂર છે ,
મળીએ છીએ લોકોના ટોળાને તો રોજ ,
ક્યારેક જાતને એકાંત આપવું પણ જરૂરી છે ....
કોણે કહ્યું કે સ્વસ્થ શરીર જ જીવન માટે જરૂરી છે ???
ક્યારેક મનને પણ માંદગી આવવી જરૂરી છે !!!!
બહુ મળ્યા છીએ પ્રેમને રોજે રોજ
ક્યારેક તો એને પણ એનું એકાંત આપવું જરૂરી છે !!!
સારા રહીને તો સહુ સારું વિચારી લે છે
પણ માંદા મનમાં પણ એ વિચારોને નાણી લેવા જરૂરી છે !!!
મન ને કોઈ લેવા દેવા નથી તમારા શરીર સાથે ,
એને તો આરામમાં પણ ઉડવા માટે એનું આકાશ મળે એ જરૂરી છે ....

No comments:

પૂરાલેખ / અર્કાઇવ

લિપ્યાંતરણ

આ બ્લૉગ ને તમારી પસન્દ ની લિપિ માં વાંચો

Roman(Eng) Gujarati Bangla Oriya Gurmukhi Telugu Tamil Kannada Malayalam Hindi
Via chitthajagat.in

ઉપયોગી કડીઓ