Saturday, March 10, 2012

છેલ્લો ઘૂંટ રહેવા દેજે મારા માટે .....

આવ આવ એ જિંદગી!!!
ઘણે દિવસે તું મારે આંગણે ભૂલી પડી ને !!
આવ ,જરા બે ઘડી આપણે સાથે બેસીએ ,
અને આ ગરમાગરમ કોફીનો કપ પી લઈએ ......
તારી અને મારી દોસ્તી તો આ જનમથી છે ,
પણ તું અને હું વ્યસ્ત એટલા કે
જવલ્લે જ મળી શકીએ એ ફુરસત બહુ ઓછી છે ....
તોય ક્યારેક તો સમય ચોરીને મળવાનું મન થાય ,
અને જયારે મળી લઈએ ત્યારે
જુદા થવાના ગમમાં દિલ થોડુક રડી જાય ......
હું વિમાનમાં બેસું અને તું મને શોધી કાઢતી રડાર છે ,
બસ કાચને પેલે પર ઉડતા આકાશને
પકડવાનો આ એક ઠાલો ખયાલ છે !!!!
એકલા પડવાનો કોઈ ગમ ક્યાંથી હોય મને ,
તું તો રાત્રીમાં ઊંઘમાં પણ મારું સ્વપ્ન બની
સાથે સાથે ચાલ્યા કરે છે ,
હું હોઉં છું ગાઢ નિદ્રાના આગોશમાં ,
અને તું રાત આખી જાગ્યા કરે છે ......
આ કોફીના કપનો છેલ્લો ઘૂંટ રહેવા દેજે મારા માટે .....
દરેક પૂજા પછી પ્રસાદ લેવાની આદત છે મને !!!!

No comments:

પૂરાલેખ / અર્કાઇવ

લિપ્યાંતરણ

આ બ્લૉગ ને તમારી પસન્દ ની લિપિ માં વાંચો

Roman(Eng) Gujarati Bangla Oriya Gurmukhi Telugu Tamil Kannada Malayalam Hindi
Via chitthajagat.in

ઉપયોગી કડીઓ