ફાગણ ફોરે ડાળી ડાળી કેસુડો બની
કાન્હા તારી યાદ આવે મને બાંસુરી બની .....
રંગ ફોરે ,ફૂલ મહેકે અને પ્રકૃતિ નૃત્ય કરે
આંબે મહોર બની ....
મને કોરી કોરી લાગે ઓઢણી મારી
જેને રંગ ના અડ્યો હજી કોઈ ....
રંગી જાને મને આજે કેસુડાંના પાણી એ
મને આજે ગોપી બનીને
કાન્હા સાથે રાસ રમવા મન થાયે.....
ચલ રમીએ હોળી હોળી
રંગ કસુંબલ ઘોળી ઘોળી ....
ચેહરો આખો રંગીને રમીએ
થોડી થોડી આંખ મિચોલી ....
મારા ગાલને ગુલાલ લગાડવા તારો હાથ જો સ્પર્શે
સાચું કહું વગર ગુલાલે ચેહરો રતુંબલ થાયે ....
આજ તો રંગ છે ,બહાનું છે તહેવાર છે ....
બસ એ ગુલાલે તું થોડો પ્રેમ પણ રંગી જા ને !!!!!

No comments:
Post a Comment