Monday, March 5, 2012

મને મળી જશે ...

તારી ચિંતા રહે છે અહર્નિશ ,
પણ તારું સરનામું નથી ,
આ કહેવા માટે તને
મારી પાસે કોઈ બહાનું નથી ...
તને જોવા અને તને મળવા મન ભલે તરસતું રહે ,
આ મનને તો કોઈ બંધન નથી ...
બસ એક વાર આંખોને બંદ કરીને
તારું નામ લઇ લઉં છું ,
તારો ચેહરો સામે આવી જાય છે હસતો ....
બસ હવે એક સંદેશ તો આપ મને 
તારી ક્ષેમકુશળનો 
કદાચ જો તારી પાસે મારું સરનામું હોય !!!!
દિલની ફોનબુકમાં એક નંબર છે ,
બસ એના પર એક સંદેશ મૂકી દે .....મને મળી જશે ...

No comments:

પૂરાલેખ / અર્કાઇવ

લિપ્યાંતરણ

આ બ્લૉગ ને તમારી પસન્દ ની લિપિ માં વાંચો

Roman(Eng) Gujarati Bangla Oriya Gurmukhi Telugu Tamil Kannada Malayalam Hindi
Via chitthajagat.in

ઉપયોગી કડીઓ