Sunday, March 4, 2012

એ ...મૌનરાગમ ....

મારી સાથે મારી ખુદની વાતની ભાષા એ  ...મૌનરાગમ ....
મારી નજરોની સામે વિસ્મિત કરી નાખે જે મને એ  ...મૌનરાગમ....
મારા શબ્દોને પોતાની જંજીરમાં ઝકડી રાખે એ ..મૌનરાગમ ...
ક્યારેક મારા સ્વપ્નોની વાતો કહી જાય કાનોમાં એ ..મૌનરાગમ...
 જીવનની જીજીવિષા બનીને મને ચુપકેથી સંભળાઈ જાય એ.... મૌનરાગમ ...
ગીતો સઘળા જે ફક્ત મારે માટે ગાઈ જાય એ... મૌનરાગમ ....
મારી એકલતાનો સદૈવ સાથી એ ...મૌનરાગમ ...
જેની ભીડથી ઘેરાયેલી રહું છું રાતોમાં એ ...મૌનરાગમ ...
મારો ચાંદ બનીને ચમકતો એ ..મૌનરાગમ ...
મારો સૂરજ બનીને આથમતો એ મૌનરાગમ ...
કહેવા માટે સઘળું હોય તોય અબોલ રહીને સતાવતો એ ..મૌનરાગમ ...
બધું કહી જાય તોય અણસાર સમજાવે કે કૈક બાકી છે એ ...મૌનરાગમ ....
હું તું અને આ શબ્દોનો મેળો એ... મૌનરાગમ ....
પૂર્ણ હું તારાથી થઇ જાઉં છું તોય અધૂરી કહી જાતો મને એ ...મૌનરાગમ ....

No comments:

પૂરાલેખ / અર્કાઇવ

લિપ્યાંતરણ

આ બ્લૉગ ને તમારી પસન્દ ની લિપિ માં વાંચો

Roman(Eng) Gujarati Bangla Oriya Gurmukhi Telugu Tamil Kannada Malayalam Hindi
Via chitthajagat.in

ઉપયોગી કડીઓ