Wednesday, December 21, 2011

મેં એક ખૂણો શોધ્યો ........

મને ઉડવા આકાશ મળ્યું તો મેં એક ખૂણો શોધ્યો ,
જ્યાંથી મને આકાશ એની આગોશમાં લેતું હતું ,
મને પાંખોનો થાક લાગતો હતો ,
એક વિસામાની ચાહતમાં ,
એક માળો બાંધ્યો એક વૃક્ષને પૂછીને ,
વૃક્ષે એક ડાળી ઉધાર દીધી ,
પણ પછી મને મકાનમાલિક બનાવી દીધી .....
પણ મને આકાશ યાદ આવતું રહ્યું ...
પળે મારી સાથે રીસામણા મનામણાના રંગ બદલતું રહ્યું ,
ક્યારેક ચંદ્રને મોકલતું મારી સાથે રમવા ,
ક્યારેક ધોમ વૈશાખે તપાવતું રહ્યું ,
ક્યારેક મેઘધનુષ રીઝવી જતું મને ,
ક્યારેક વીજળી બની ખીજવી જતું .....
જયારે મેઘ બની વરસતું ત્યારે
ત્યારે ..ત્યારે ...ત્યારે ....
આ ધરતી પર ,આ વૃક્ષની ડાળીના પર્ણો
મને એક એક બુંદ વરસાવી નવડાવતા ,
લાગતું મને હવે મારું આકાશ સાથેનું મિલન પૂર્ણ થયું .........
હું કોણ ?????
અરે ના ઓળખાણ પડી ????
હું તો નીલ ગગનનું પંખી .....

No comments:

પૂરાલેખ / અર્કાઇવ

લિપ્યાંતરણ

આ બ્લૉગ ને તમારી પસન્દ ની લિપિ માં વાંચો

Roman(Eng) Gujarati Bangla Oriya Gurmukhi Telugu Tamil Kannada Malayalam Hindi
Via chitthajagat.in

ઉપયોગી કડીઓ