Tuesday, December 20, 2011

ને ...ને ...ને ...

મૌનને વાંચવા માટે કશું કરવું ના પડે ,
આંખો બંદ કરો તો સન્મુખ તારે હું કહી દઉં બધું
ને ...ને ...ને ...
એ તારા વગર કોઈ સાંભળી પણ ના શકે ......
તારો ક્રોધ સામે હોય તારી આંખના રાતા દોરામાં ,
તારી ખુશી છલકે હોઠના ખૂણે છુપાઈને ,
તારો સ્પર્શ નઝરનો
મારી કાયામાં એક ધ્રુજારી મૂકતો જાય .....
તું કરે ઇન્તઝાર ત્યારે વિહ્વળ મારી આંખ બને ...
તારો વિષાદ મારી આંખથી અશ્રુ બની ટપક્યા કરે ....
તારો પ્રેમ મારો ધબકાર બની જાય ,
ધબકાર જયારે બંદ થાય
મારું જીવન એ જ પળે પૂર્ણ થઇ જાય ....
કોણ કહે છે મૌન બોલતું નથી ,
કોણે કહ્યું મૌન સમજાતું નથી ,
દિમાગની આ દુનિયા છે દોસ્તો ,
અને મૌનની વાતો તો દિલથી વિચારે એની ઓળખ છે .....

No comments:

પૂરાલેખ / અર્કાઇવ

લિપ્યાંતરણ

આ બ્લૉગ ને તમારી પસન્દ ની લિપિ માં વાંચો

Roman(Eng) Gujarati Bangla Oriya Gurmukhi Telugu Tamil Kannada Malayalam Hindi
Via chitthajagat.in

ઉપયોગી કડીઓ