Friday, December 23, 2011

એક સરસ મજાનો દોસ્ત છે !!!!!

એક સરસ મજાનો દોસ્ત છે ,
હસાવે છે ત્યારે શૂન્યાવકાશ ચોરી લે છે ,
રડાવે છે ત્યારે રૂમાલ ચોરી લે છે ,
મારા હાસ્યથી જયારે ઓરડો ભરાઈ જતો ,
હવે ઘરનો દરેક ખૂણો મારા અશ્રુથી ભરે છે ....
એક સરસ મજાનો દોસ્ત છે !!!
હું એને જાણું છું ,
એ પણ મને જાણે છે ,
બસ એટલી ખબર છે કે તે આ પૃથ્વી પર રહે છે ...
એને પણ એ ખબર છે કે હું પૃથ્વી પર જ રહું છું ...
એ હકીકતની જમીન પર ડગ માંડે છે ,
અને હું જમીન પર કલ્પનાનું જગત બનાવું છું ,
એ સ્વપ્નમાં માનતો નથી ,
અને હું નક્કર જગતમાં પણ સ્વપ્ન શોધી લઉં છું ...
એને માટે જગતની દુનિયાદારી સચ્ચાઈ છે ,
મારા માટે સાકાર સ્વપ્ન સચ્ચાઈ છે ...
અમે બેઉ અલગ અલગ છીએ ,
અમે બેઉ અલગ અલગ છીએ ,
એ મારાથી દૂર જતો રહે છે કેમકે હું એક સત્ય છું ,
હું તેનાથી દૂર રહું છું કેમકે એ એક સ્વપ્ન છે ....
જોઈશું ક્યારેક જિંદગીમાં
એક સત્ય સ્વપ્ન છે કે એક સ્વપ્ન સત્ય છે !!!
એને મારી કમીનો એહસાસ છે ,
મને પણ એની કમી વર્તાય જ છે ....
પણ અત્યારે એના ઘર પર  અહંનો પરદો નાખ્યો છે ,
શિયાળો પુરબહારમાં છે ને !!!
ઠંડી પણ ખુબ છે !!!
બસ ડર એક જ બચ્યો છે :
જયારે અહંનો પરદો ખુલશે એ દિવસે મારું સરનામું બદલાય તો નહીં જાય ને ????
આ દેહ જમીનમાં તો નહીં ભળી જાય ને ???
એક સરસ મજાનો દોસ્ત છે !!!!!

No comments:

પૂરાલેખ / અર્કાઇવ

લિપ્યાંતરણ

આ બ્લૉગ ને તમારી પસન્દ ની લિપિ માં વાંચો

Roman(Eng) Gujarati Bangla Oriya Gurmukhi Telugu Tamil Kannada Malayalam Hindi
Via chitthajagat.in

ઉપયોગી કડીઓ