Saturday, December 31, 2011

એ પણ કંઈ કમ તો નથી ને !!!!

આજે છેલ્લો દિવસ ,
આ વર્ષની જિંદગીનો ,
ના ....
કોઈ લેખ જોખા નથી કરવા ....
ઘણું બધું મળી ગયું ...
ઘણું બધું ગુમાવી દીધું ....
પણ હજીય ખુશ છું ....
કેમકે મારા સ્વપ્ન મારી સાથે હજીય છે .....
કોઈક ભૂલાયેલા
કોઈ જીવંત
કોઈક સાકાર થયેલા ....
ક્યાંક જીતીને હારી ગયી છું
ક્યાંક હારીને જીતી ગયી છું ....
જેની સામે જીતી એ મારા થઇ ગયા ...
જેની સામે હારતી ગયી એ પણ મારા પોતાના હતા ....
બસ મારી જિંદગી મારી સાથે ધબકતી રહી વર્ષ ભર ...
એ ખુશી કઈ કમ તો નથી ....
નથી લખાયું મારું નામ સુવર્ણ અક્ષરે ઈતિહાસના પાના પર ,
પણ મેં પણ જિંદગીનું એક પાનું લખ્યું હસતા હસતા
એ પણ કંઈ કમ તો નથી ને !!!!
ચાલો તો જિંદગીના ચેહરા પર એક હળવું ચુંબન કરી લઈએ ,
વહી જતી પળોને પ્રેમની નવાજીશ કરી દઈએ !!!!!

No comments:

પૂરાલેખ / અર્કાઇવ

લિપ્યાંતરણ

આ બ્લૉગ ને તમારી પસન્દ ની લિપિ માં વાંચો

Roman(Eng) Gujarati Bangla Oriya Gurmukhi Telugu Tamil Kannada Malayalam Hindi
Via chitthajagat.in

ઉપયોગી કડીઓ