Monday, January 2, 2012

પ્રેમ બની જાય તો !!!!!

નવો રંગ નવી ઉમંગ
નવા તરંગ ,નવા સુર અને નવી સરગમ ....
એજ સૂરજ સવારે ઉગે
એજ સાંજે આથમે
પણ પલટાય છે એક પાનું ,
અને જિંદગી બદલાઈ જાય છે ....
એક વર્ષ ભૂતકાળ બની જાય છે ,
અને એક ભવિષ્ય વર્તમાનમાં પ્રવેશી જાય છે ....
આ સમયનો ખેલ જે
જે જિંદગીની શતરંજ પર રમ્યા કરવો ગમે છે સૌને ,
બસ યાદ તો એ દરેક પળ રહી જાય છે
જ્યાં આપણે શ્વસ્યા હતા ,જ્યાં આપણે હસ્યા હતા ......
કશું નથી બદલાતું ,
બસ એક વિચાર બદલાઈ જાય છે ...
અને એક પળે દુનિયા બદલાઈ જાય છે ...........
બસ જિંદગી કાલે હું તારા પ્રેમમાં હતી ,
આજે મારો પ્રેમ વધ્યો છે થોડો થોડો કરીને ,
અને કાલે મારા નામનો સમાનાર્થી જ પ્રેમ બની જાય તો !!!!!

No comments:

પૂરાલેખ / અર્કાઇવ

લિપ્યાંતરણ

આ બ્લૉગ ને તમારી પસન્દ ની લિપિ માં વાંચો

Roman(Eng) Gujarati Bangla Oriya Gurmukhi Telugu Tamil Kannada Malayalam Hindi
Via chitthajagat.in

ઉપયોગી કડીઓ