Friday, December 30, 2011

એટલે મારું રીસાવું જરૂરી છે .......

ચાલો આજે જુના ઘરને સાફ કરી દઈએ ,
જિંદગીનું આ મકાન બહુ જુનું છે ,
એની દીવાલો બહુ મજબૂત છે ,
એના દરેક ઓરડામાં મારું જીવન રમ્યું છે ,
દરેક ખૂણામાંથી સ્કૂલમાં છોલેલી પેન્સિલોનો છોલ નીકળતો ,
દીવાલો ધોળાવવી પડતી ,
કેમકે હું મારા દરેક ચિત્રો દીવાલના   કેનવાસ પર બનાવતી .....
કેટલીય વાર સાફ કર્યું હશે આ ઘરને
પણ હજીય એના ખૂણે ખૂણે સંતાયેલી
મારા જીવનની સ્મૃતિઓ મળતી જ રહે છે .......
તેના આંગણાનો લીમડો હજીય ઠંડી હવા વહાવે છે ,
કે મારી સ્મૃતિઓ ગરમીથી સુકાય ના જાય ....
આ ઘર હજી મને ઝંખે છે એ જ આતુરતા થી ,
પણ કેવી રીતે સમજાવું મારો સ્પર્શ જ રહ્યો છે હવે
જો તું ઓળખી શકે તો !!!!
બાકી રોજ તારી ગલીમાંથી નીકળું છું અને તું
અને તું સ્મિત પણ નથી આપતું !!???
તારો જવાબ હોય છે એક જ ...
મેં તને તારાથી પણ વધારે ઓળખી છે ,
અને આશા એક જ છે કે તું એક દિવસ અહીં આવીને
લીમડે હિંચકા ખાઇશ ....
અને એટલે મારું રીસાવું જરૂરી છે .......

No comments:

પૂરાલેખ / અર્કાઇવ

લિપ્યાંતરણ

આ બ્લૉગ ને તમારી પસન્દ ની લિપિ માં વાંચો

Roman(Eng) Gujarati Bangla Oriya Gurmukhi Telugu Tamil Kannada Malayalam Hindi
Via chitthajagat.in

ઉપયોગી કડીઓ