Thursday, December 29, 2011

બોલ ...હવે ક્યારે આવશે ???

સવારે પડેલા ભીના ઝાકળના બુંદ
મારી બારીના કાચ પર વિસામો ખાતા બેઠા હતા ....
એના પર મેં મારી આંગળીથી
એક નામ લખ્યું .....
ધીરેથી એ નામ પર હોઠ મુકીને કહ્યું ,
આ ઝાકળમાં મોકલેલી
તારા પ્રેમની ભીનાશમાં પલળવું મને
ગમશે અહર્નિશ ....
તારી સાથે જિંદગી વહેંચવી
ગમશે અહર્નિશ  .....
તારી સાથે રહેવું કે તારી ક્ષણિક જુદાઈની પળો
મારા હૈયામાં કોતરી દઈશ અહર્નિશ ....
આ બારી પર બેસી તારી રાહ જોવી
ગમશે અહર્નિશ ...
તારા પગરવ મારા કર્ણ
ઓળખી લેશે અહર્નિશ .....
તારા લખેલા પત્રોમાં લખેલા શબ્દોનું તો શું કહેવું ???
બસ એ સ્વપ્નોના સાકાર થવાની રાહ મને અહર્નિશ .....
બોલ ...હવે ક્યારે આવશે ???

No comments:

પૂરાલેખ / અર્કાઇવ

લિપ્યાંતરણ

આ બ્લૉગ ને તમારી પસન્દ ની લિપિ માં વાંચો

Roman(Eng) Gujarati Bangla Oriya Gurmukhi Telugu Tamil Kannada Malayalam Hindi
Via chitthajagat.in

ઉપયોગી કડીઓ