Tuesday, December 27, 2011

હર પળ તારો ઇન્તઝાર કરશે .......


ચલ ચલ જલ્દી ચલ 

ચલ ચલ જલ્દી ચલ ,
આજે આપણે અહીંથી ઉડી જઈએ ક્યાંક
દૂર દૂર આકાશ બોલાવે છે મને ,
પેલી પહાડીની ટોચ પર થોડો શ્વેત બરફ વિખેરાયેલો છે ,
આજે બરફનું ઘર બનાવીએ ,
રેતીનું ઘર તો રહી ગયું નદીને કાંઠે ,
કેટલાય પગ એની પર ચાલીને જતા રહ્યા ,
અહીં આ બરફનું ઘર છે ...
થીજેલી હવાઓમાં એ થીજેલું રહેશે ,
એમાંમેં નાનકડું દ્વાર મુક્યું છે ...
એને ખોલીને અંદર જજે ,
ત્યાં પેલો રૂમાલ મુકેલો છે ,
જેના પર મેં લાલ દોરાથી તારું નામ ભરેલું છે ....
તને ગમે તો લઇ લેજે ,
એ મારી નિશાની છે ....
એ ફક્ત તારી માટે જ છે ,
કેમકે કોઈ પાસે આ ઘરનું સરનામું નથી ,
આ ઘર અને સરનામું
જે હર પળ તારો ઇન્તઝાર કરશે .......

No comments:

પૂરાલેખ / અર્કાઇવ

લિપ્યાંતરણ

આ બ્લૉગ ને તમારી પસન્દ ની લિપિ માં વાંચો

Roman(Eng) Gujarati Bangla Oriya Gurmukhi Telugu Tamil Kannada Malayalam Hindi
Via chitthajagat.in

ઉપયોગી કડીઓ