Sunday, December 25, 2011

લોકો કહે છે હું તોફાન છું ....

એકલા ચાલતા શીખી ગયા જયારે ,
ત્યારે હાથ પકડનાર ઘણા મળવા લાગ્યા ...
એ મારી ધારણા ખોટી ઠરી
કે મને સાથ આપવા માંગતા હતા સૌ ,
એ તો મારો સાથ માંગવા આવ્યા હતા સૌ ,
પણ આવેલા સૌ ચેહરા મને નવા લાગ્યા ......
જિંદગી દરેક ગલી ,દરેક ઘર ,દરેક બારીમાં
ડોકિયું કરતી શોધતી રહી મને ,
હું તું પેલા તળાવના કાંઠે બેસીને
જિંદગીનો સૂર્યાસ્ત જોઈ રહી હતી ......
ઘણું બધું આપીને જાય છે જિંદગી મને રોજે રોજ ,
એ વિલ વસિયત કોને નામ કરીને જાઉં ???
એક સંદુક સાથે લાવી છું ....
આ તળાવના કાંઠે મૂકી જવા માટે ......
બસ જેનું સરનામું જિંદગી એના પર લખી જશે ,
એને મારું ઠેકાણું મળી જશે .....
પેલી મને શોધતી જિંદગીનો પાલવ ઝાલીને
એની પાછળ ફરું છું અને એને જ ખબર નથી !!!!!!
હું બહુ શૈતાન છું લોકો કહે છે હું તોફાન છું ....

No comments:

પૂરાલેખ / અર્કાઇવ

લિપ્યાંતરણ

આ બ્લૉગ ને તમારી પસન્દ ની લિપિ માં વાંચો

Roman(Eng) Gujarati Bangla Oriya Gurmukhi Telugu Tamil Kannada Malayalam Hindi
Via chitthajagat.in

ઉપયોગી કડીઓ