Saturday, December 24, 2011

કોઈ વાયદો કર્યો નથી જિંદગીને મેં

તારા હાસ્યને જોઇને દુનિયા મલકાતી હોય ભલે ,
મારી નઝર તારી આંખો પર છે ,ત્યાં તો અશ્રુ છલકાય છે ....
==========================================
કોણે કહ્યું દરેક પ્રેમના બીજા છેડે મિલનની જ આશ હોય ,
આપણી કહાણીમાં તો કદાચ એ જિંદગીભરની તલાશ હોય !!!!
============================================
તને યાદ કરું જે પળ ત્યારે તારો સંદેશ આવવો કોઈ જોગાનુજોગ નથી ,
હજી મને હર પળ તારો ઇન્તઝાર છે અને તું દૂર નથી પણ મારી પાસ છે ...
==================================================
છેતરવી પોતાની જાતને એટલી સહેલી ક્યારેય નથી હોતી ,
અમે ભૂલી ગયા તને એમ કહી કહીને તારું નામ લીધા કરવાની મજા છે ....
====================================================
તારી સાથે રહીને તારો સાથ નહોતો માણ્યો
એટલો તને યાદ હર પળ કરીને સાથે રહું છું .....
===============================================
તું મને ભૂલી નહીં શકે એ મારા પ્રેમનો વિશ્વાસ છે ,
તારા ઘરની દિશાએથી આવતી હવાઓમાં મારો શ્વાસ છે ......
===============================================
કોઈ વાયદો કર્યો નથી જિંદગીને મેં ,
પણ રસ્તે એકલા ચાલતા તારો શ્વાસ કાનમાં ગુંજે છે .....

No comments:

પૂરાલેખ / અર્કાઇવ

લિપ્યાંતરણ

આ બ્લૉગ ને તમારી પસન્દ ની લિપિ માં વાંચો

Roman(Eng) Gujarati Bangla Oriya Gurmukhi Telugu Tamil Kannada Malayalam Hindi
Via chitthajagat.in

ઉપયોગી કડીઓ