Monday, December 19, 2011

ઘટના છે ..


બસ ચાલતા ચાલતા રોકાઈ જતા
મારા ચરણોની આ ઘટના છે ....
રસ્તા પર ચાલતા ચાલતા
મહેસુસ થઇ જતી વિશ્રામની આ ઘટના છે .....
કોઈક હતા પારકા તે પોતાના થઇ જાય
અને કોઈને કીધા પોતાના એ મૃગજળ થવાની ઘટના છે ....
રોતી રહે રાત ભર આંખડી મનભરીને
પછી સવારે હળવાફૂલ બની જવાની ઘટના છે ....
જે બહુ યાદ આવે અને મળવાની આશા છૂટી જાય
ત્યારે ગલીના નાકે એનું ઘર હોવાની  ભાળ મળ્યાની ઘટના છે ....
જેને મન માને પોતાના અને ઝંખે હરદમ જેનો સાથ
એણે  મારો હાથ તરછોડી દીધાની ઘટના છે ......
શાને કહું હવે કે એના વિના જીવવાનું છોડી દીધું છે ,
આ તો કોઈ ફરિયાદ વગર એક જિંદગી જીવી ગયાની ઘટના છે ..

No comments:

પૂરાલેખ / અર્કાઇવ

લિપ્યાંતરણ

આ બ્લૉગ ને તમારી પસન્દ ની લિપિ માં વાંચો

Roman(Eng) Gujarati Bangla Oriya Gurmukhi Telugu Tamil Kannada Malayalam Hindi
Via chitthajagat.in

ઉપયોગી કડીઓ