Tuesday, December 13, 2011

સૌથી કઠીન કેમ ?????

કહે છે કે દિલ તો રક્તને શુદ્ધ કરવાની જગ્યા છે ,
પ્રેમને રહેવાની જગ્યા છે ,
કોઈને આપવા માટે અણમોલ ભેટ પણ છે ,
એનો અવિરત ધબકાર જીવંત હોવાનો પુરાવો છે ....
પણ મુઠ્ઠી ભરનું એ દિલ દર્દનું રહેઠાણ પણ છે ,
એ શુદ્ધ કરે લોહીને પણ ,
દર્દ તો આંસુ વહાવીને કહી જાય છે ,
જયારે દર્દ થાય ત્યારે રક્ત વહેતું નથી ,
ત્યારે આંખમાંથી આંસુ વહી જાય છે ,
દિલનું જોડાણ સીધું આંખ સાથે હોય છે ,
દરેક અંગને કાપો તો રક્તધાર થાય ,
પણ દિલ ટુકડે ટુકડે તૂટતું જાય
તો આંખમાંથી અશ્રુધાર વહી જાય .....
દિલ તૂટે છે પ્રેમમાં તો પણ ફરજ ના ભૂલે કદીક ,
જો એ ધડકવાનું ભૂલે તો જીવનનો અંત જ આવી જાય ને !!!!!
વાહ દિલ તું ને તારી વાતો ,
સમજાવવા માટે સરળ પણ સમજાવી સૌથી કઠીન કેમ ?????

No comments:

પૂરાલેખ / અર્કાઇવ

લિપ્યાંતરણ

આ બ્લૉગ ને તમારી પસન્દ ની લિપિ માં વાંચો

Roman(Eng) Gujarati Bangla Oriya Gurmukhi Telugu Tamil Kannada Malayalam Hindi
Via chitthajagat.in

ઉપયોગી કડીઓ