Sunday, December 11, 2011

પ્રેમભરી આગોશમાં ચંદ્ર અને સૂરજ ...

કાલે સૂરજની ઈર્ષ્યાની આગ એની ચરમ પર હતી ....
ચાંદના સૌન્દર્યને પામવા એની ઉપર છવાઈ ગયો હતો ....
ધરતી શોધતી હતી ચંદ્રની પૂર્ણ ચાંદનીને
ચાંદ રોમેરોમ સળગતો એને કહી રહ્યો હતો ......
આજે મન ભરીને મળી લેવા દે મારા પ્રિયતમને ,
તને તો રોજ મળું હું
પણ આજે એને પણ દિલની વાત કહી દેવા દે ....
સળગતો રહે છે રોજે રોજ આગ થઈને મારા વિરહમાં ,
આજે મિલનની રાતમાં તું અમને એકાંત દે ....
શરમાઈને ચાંદ સંતાઈ ગયો
સુરજના આગોશમાં સંતાઈ ગયો ...
ક્યાંય સૂરજ હતો નહીં
પણ ચંદ્રને આગોશમાં લેતો હતો
ત્યારે એ સૂરજનો પડછાયો દેખાઈ ગયો .......
સૂરજ કહી રહ્યો હતો ,
પ્રેમને પામવા રોમેરોમ સળગવું પડે છે ,
પોતાની રોશનીને બુઝાવીને પણ
અંતરમનને ઓલાવવું પડે છે ....
સૂરજ અને ચંદ્ર અને પૃથ્વી ....
બસ હાથ પકડીને ચાલતા જોઈ રહી ...
જોઈ રહી જોઈ રહી એ રાતા ચંદ્રને ........


No comments:

પૂરાલેખ / અર્કાઇવ

લિપ્યાંતરણ

આ બ્લૉગ ને તમારી પસન્દ ની લિપિ માં વાંચો

Roman(Eng) Gujarati Bangla Oriya Gurmukhi Telugu Tamil Kannada Malayalam Hindi
Via chitthajagat.in

ઉપયોગી કડીઓ