Friday, December 9, 2011

રડશે ખુબ ખુબ એકલા ...

એક વાર મનને એક તળાવને કિનારે બેઠેલું જોયું ,
એકલું એકલું બસ પથ્થર ફેંકી હસતું હતું પાણીમાં ......
એ નિર્મળ પાણીમાં પોતાના પ્રતિબિંબને
વર્તુળ માં લહેર બનાવી દેતું હતું ......
મન એકલું એકલું બેઠું હતું ........
એક વૃક્ષનો છાંયો એ દૂરથી જોતો હતો ,
એણે ધીરેથી મનને કહી દીધું ,
પાણીને પણ પીડા થાય છે
તારા પથ્થરના ઘા થી ,
એ વેરાઈ જાય છે પોતાની પીડા ભૂલવા માટે ,
એની સમાધિ કેમ તોડે છે??
એ તો મારા મૂળ સુધી પહોંચવાની રાહ શોધે છે ચુપચાપ .......
હું ફક્ત પક્ષીઓનો નહીં ,
આ જળનો પણ આશ્રયદાતા છું .....
જયારે કાળા મેઘ આવશે અહીં તો આ પાણીના વિરહમાં
રડશે ખુબ ખુબ એકલા ...
અને સુકાયેલા આ આંસુઓને
પોતાની જળરાશીથી ભરી જશે .......

No comments:

પૂરાલેખ / અર્કાઇવ

લિપ્યાંતરણ

આ બ્લૉગ ને તમારી પસન્દ ની લિપિ માં વાંચો

Roman(Eng) Gujarati Bangla Oriya Gurmukhi Telugu Tamil Kannada Malayalam Hindi
Via chitthajagat.in

ઉપયોગી કડીઓ