Tuesday, December 6, 2011

તારો પહેલો પ્રેમ હું .....

જેણે સદૈવ સ્મિતની ભેટ આપી આ હોઠને
એણે આંસુ કેમ એકલા જ વહાવ્યા ?? એટલે રિસાઈ છું ......
મારા સ્મિતથી જેની જિંદગી ગુંજતી હતી ,
એના આંસુ લુછી લેવા બેકરાર છું ....
નહીં બોલું હું કશું કહીશ પણ નહીં ,
હવે તો અબોલાનો દોર શરુ થયો છે તો ...
તોય મને ખબર છે મને જોયા વગર પણ
મારા મૌનને વાંચતા એને આવડે છે .......
બસ હવે દરેક  આહટ પર ચોંકી જાઉં છું ...
તું મારા દરવાજે આવીને પાછો વળી જાય છે ,
મારું નામ હજી તારા હોઠ પર છે પણ
જીભને તે તાળું મારી દીધું ????
તારી પ્રતીક્ષામાં હજી પણ તારો પહેલો પ્રેમ હું .....

No comments:

પૂરાલેખ / અર્કાઇવ

લિપ્યાંતરણ

આ બ્લૉગ ને તમારી પસન્દ ની લિપિ માં વાંચો

Roman(Eng) Gujarati Bangla Oriya Gurmukhi Telugu Tamil Kannada Malayalam Hindi
Via chitthajagat.in

ઉપયોગી કડીઓ