Tuesday, November 29, 2011

એક આયના પર લખેલું મારું નામ

એક આયના પર લખેલું મારું નામ
મારાથી અજાણ્યું કેમ લાગે છે ???
એ નામ કશે ગયું છે ,કોઈક તો છે
જેને મારું નામ મારાથી વધારે ગમે છે ....
બસ આજે એકાંત છે તો પૂછું છું
એય આયના તે મને કેમ કશું કીધું નહીં ????
કોઈ આવે અને નામ જતું રહે
ના તું રોકે ના ટોકે બસ લઈને જવા દે ????
આયનાએ કહ્યું ....તારા નામમાં છે
..........
......
તારા નામમાં છે તારા વ્યક્તિત્વની સુગંધ
જે તારી ગેરહાજરીમાં પણ તારી ખુશ્બુ લાવે છે .....
તારી ખુશ્બુ માં છે અણસાર તારા અનર્ગળ હાસ્ય નો
એ મનમંદિરને રણકાવે છે તારી ગુંજના એહસાસ થી ,
તને પામી લીધી છે એણે જેણે તે નામ ચોર્યું છે ,
જરા આંખ ખોલીને જો ....
જરા આંખ ખોલીને જો ....
.....
.....
એણે તો તારું નામ લઇ
પોતાનું દિલ અહીં મૂકી દીધું છે ...!!!!!!!!

1 comment:

pragati tailor said...

nice poem..

પૂરાલેખ / અર્કાઇવ

લિપ્યાંતરણ

આ બ્લૉગ ને તમારી પસન્દ ની લિપિ માં વાંચો

Roman(Eng) Gujarati Bangla Oriya Gurmukhi Telugu Tamil Kannada Malayalam Hindi
Via chitthajagat.in

ઉપયોગી કડીઓ