Sunday, November 27, 2011

એક આંસુ શેં મૂકી જાય છે ????????

કાલે મારું બાળપણ આવ્યું ફરી મારી પાસે
સ્કુલનો યુનિફોર્મ પહેરીને ..
સાથે સ્કુલ બેગ હતી
ને ઈતિહાસ ભૂગોળ ગણિતના પુસ્તક પણ ....
ત્યાં કોઈ શિક્ષક ના હતા સોટી સાથે
ના બેંચ હતી ના કાળું પાટિયું ના સ્કુલનું ચોગાન ....
જિંદગી એક  શિક્ષક હતી અને હું અનંત વિદ્યાર્થી ...
અહીં કોઈ પરીક્ષા નહોતી ,ના પાસ કે ફેલના પરિણામ પત્રક ...
અહીં એક જ ધોરણમાં ભણ્યા કરું છું ....
પુસ્તક રોજ રોજ બદલાય છે તારીખના પાના ની જેમ ,
જે ભણાવાયું નથી બસ તેની પરીક્ષાઓ લેવાય છે ....
જિંદગી દોડતી નિરંતર ને રોજ સહાધ્યાયી બદલાય છે ......
છતાય કોઈ મળી જાય પેલા જુના પરિચિત ચેહરા
તો તાજી જૂની ઓળખાણ હૃદયમાં
એક ખુશી સાથે એક આંસુ શેં મૂકી જાય છે ????????

No comments:

પૂરાલેખ / અર્કાઇવ

લિપ્યાંતરણ

આ બ્લૉગ ને તમારી પસન્દ ની લિપિ માં વાંચો

Roman(Eng) Gujarati Bangla Oriya Gurmukhi Telugu Tamil Kannada Malayalam Hindi
Via chitthajagat.in

ઉપયોગી કડીઓ