Friday, November 25, 2011

હું તને ખુબ ચાહું છું ...ખુબ ...ખુબ ...ખુબ .....

ક્યારેક શબ્દો મૂંગામંતર થઇને બેસી જાય છે ,
ક્યારેક રીસામણે ભરાય છે મારાથી ,
મને ખીજવવા એ બગીચાના ફૂલ પર જઈને બેસી જાય છે ,
ત્યાં શોધી નાખું તો ચકલીની પાંખ પર બેસીને
સામે ગરમાળાના વૃક્ષ પર ઉડી જાય છે ,
હું સંતાઈ જાઉં છું બારીના પરદા પાછળ ,
તો  પતંગિયાની પાંખમાં વેશપલટો કરી
મને શોધવા પણ આવે છે ....
હું મંદ મંદ હસ્યા કરું છું પરદા પાછળથી ,
તેઓ છાનામાના મારી કલમમાં જઈને બેસી જાય છે ....
જયારે કોઈ શાયરી લખવા કલમ ઉઠાવું છું ...
ત્યારે કલમમાં સંતાયીને બેઠેલા એ શબ્દો
કાગળ પર મારા વિચારો પહેલા જ સરકી આવે છે ,
અને લખી જાય છે હસતા હસતા
હું તને ખુબ ચાહું છું ...ખુબ ...ખુબ ...ખુબ .....

No comments:

પૂરાલેખ / અર્કાઇવ

લિપ્યાંતરણ

આ બ્લૉગ ને તમારી પસન્દ ની લિપિ માં વાંચો

Roman(Eng) Gujarati Bangla Oriya Gurmukhi Telugu Tamil Kannada Malayalam Hindi
Via chitthajagat.in

ઉપયોગી કડીઓ