Saturday, November 19, 2011

એક નામ ...એક ચેહરો !!!!!

એક વહેતી હવા સાથે એક કાગળનો ટુકડો ,
મારા ચેહરાને ઢાંકી ગયો ,
એક ભીની ભીની સુગંધ હતી તેમાં ,
સુગંધ પણ જાણીતી લાગી ,
એ કાગળને પળ ભર હાથમાં લીધો ,
એક નામ લખેલું હતું ,
નામ મારું હતું ,
અને અક્ષર એ તારા હતા .....
બસ મારા નામથી ભરેલો એ કાગળ ......
એમાં તારો ચહેરો દેખાતો હતો ....
મારું નામ તારી આંખોમાં વંચાતું હતું .....
મારા ચહેરા પર એક શરમનો શેરડો આવી ગયો ....
જે શમણામાં થતું રોજ
તારો  ચહેરો મારા નામમાં એકરૂપ થતો ....
બસ એક તું અને એક હું .....
સાંચવીને કાગળ હથેળીમાં ભરી દીધો ....
હવે રોજ ઓશિકા નીચે રાત્રીમાં
શમણા ભરી જાય છે આંખો માં ફરી ....
તને યાદ કરવાની તક હવે મળતી નથી મને ....
કેમકે એક પળ તું ભુલાયો ક્યાં છે ????
એક નામ ...એક ચેહરો !!!!!

No comments:

પૂરાલેખ / અર્કાઇવ

લિપ્યાંતરણ

આ બ્લૉગ ને તમારી પસન્દ ની લિપિ માં વાંચો

Roman(Eng) Gujarati Bangla Oriya Gurmukhi Telugu Tamil Kannada Malayalam Hindi
Via chitthajagat.in

ઉપયોગી કડીઓ