Tuesday, November 15, 2011

મન થાય છે...!!!

જિંદગી ચાલ આજે સામસામે બેસીએ ,
હાથમાં હાથ લઇ ,
આંખોમાં આંખો પરોવીને ,
કૈક સાંભળીએ અને કૈક કહીએ ......
તને આજે પ્રેમ કરવાનું મન થાય છે ,
તારા હૃદયમાં મારી છબી જોવાનું મન થાય છે ,
તારા ખભા પર માથું ટેકવી
દૂર સુદૂર ક્ષિતિજને તાકવાનું મન થાય છે ....
ડૂબતા સૂરજને જોતા જોતા
આંખોમાં નવા સપનાઓ ઉગાડવાનું મન થાય છે ....
આજે રાત્રે નિંદ્રા  રજા આપું છું
તેને આજે અલવિદા કહેવાનું મન થાય છે ....
આજે રાત્રે તારા ખયાલો સાથે
બહુ બધી વાતો કરવાનું મન થાય છે .....
તારી તસ્વીર હથેળીમાં રાખીને
બસ એકટશ જોવાનું મન થાય છે ......
વહી જતી રાત ને ચાંદ અને તારા સાથે
મારા તકિયા પર રોકવાનું આમંત્રણ આપવાનું મન થાય છે .....
સૂરજને કહેજો કાલે મોડો ઉગે ....
આજની રાત્રીના અંધકારને તારી યાદથી ઉલેચવાનું મન થાય છે ......

No comments:

પૂરાલેખ / અર્કાઇવ

લિપ્યાંતરણ

આ બ્લૉગ ને તમારી પસન્દ ની લિપિ માં વાંચો

Roman(Eng) Gujarati Bangla Oriya Gurmukhi Telugu Tamil Kannada Malayalam Hindi
Via chitthajagat.in

ઉપયોગી કડીઓ