Friday, November 11, 2011

સૂરજની આળસ

સૂરજની આળસ આજકાલ વધતી જાય છે ,
આવે છે ખુબ મોડો ક્ષિતિજની સરહદે
અને પાછો વહેલો ચાલ્યો જાય છે .....
એની પણ ઊંઘ નથી ઉડતી કદાચ
મારી જેમ જ શિયાળાની ગુલાબી સવારે !!!!
કે ચંદ્ર એને આકાશનો ધાબળો છોડી જવાની નાં પાડે છે !!!!
બેઉ નો એક કોલ કરાર છે વણલખ્યો !!!
એક હોય આકાશ પર વિહરતો
તો બીજો ના આવે જ્યાં સુધી એ વિદાય ના લે .....
ચંદ્ર મોડે સુધી શોધ્યા કરે છે મને
પણ હું એને ક્યાં મળું ???
બસ ગાઢ નિદ્રામાં પોઢીને
એક મીઠા સોણલાને સહેલાવું છું ..
અને સમય વહી જાય છે હસતો હસતો
મને જગાડ્યા વગર ...
કેમકે સમયને પ્રેમ સાથે પ્રેમ છે !!!!!!!!!

No comments:

પૂરાલેખ / અર્કાઇવ

લિપ્યાંતરણ

આ બ્લૉગ ને તમારી પસન્દ ની લિપિ માં વાંચો

Roman(Eng) Gujarati Bangla Oriya Gurmukhi Telugu Tamil Kannada Malayalam Hindi
Via chitthajagat.in

ઉપયોગી કડીઓ