Friday, October 7, 2011

તું મને યાદોની ગલી માં મળતો હતો ...

તારી યાદોએ જગાડી મને રાત ભર,
તને મળ્યા કરતા એ મને મીઠી લગતી હતી .....
તું એમાં બાળપણની ગલી માં મારી સાથે 
આંબલી પીપળી રમતો હતો ...
મારા પગમાંથી કાંટો કાઢતો હતો .....
રાવજીના ખેતરે પાડતા હતા 
પેલી કાચીકેરી ના મરવા.....
પેલી ગોરસ આમલી ના બી પણ છોલેલાં ....
લીમડાની ડાળે તું મને ઝૂલે ઝૂલાવતો ,
મોર નાચતો અને પોપટ પણ ગાતો ......
તારી નિશાળનું ઘરકામ મારી પાસે લખાવતો ,
મારા માટે માં પાસેથી મળેલી મીઠાઈઓ 
છુપાવીને લાવતો ....
કેટલું યાદ કરું અને કશું ભુલાતું નથી ...
તારી યાદો જગાવતી હતી 
અને આંખોને રડાવતી હતી ....
તું મને યાદોની ગલી માં મળતો હતો ...
આંબલી પીપળી રમતો હતો .....

No comments:

પૂરાલેખ / અર્કાઇવ

લિપ્યાંતરણ

આ બ્લૉગ ને તમારી પસન્દ ની લિપિ માં વાંચો

Roman(Eng) Gujarati Bangla Oriya Gurmukhi Telugu Tamil Kannada Malayalam Hindi
Via chitthajagat.in

ઉપયોગી કડીઓ