Saturday, October 1, 2011

જાગતી એ રાતો ના હિલોળા ,

આંખોને અણસારે જાગતી એ રાતો ના હિલોળા ,
કોને કહું જઈને મારી સાથે મારો કાનુડો પણ જાગે છે ....
રાસનો રણકાર છે ને પાયલનો ઝણકાર છે ,
બસ નવ નવ રાત એક ગરબો જાગે છે ......
નવલી રાતોની નવલી વાતો ,
બસ ખોવાતી જાય ઉજાગરામાં 
આંખે કાજળ ક્યારે બદલાય કસુંબલ રંગમાં
કશું કહેવાય નહિ આ મનનું ....
અત્યાર સુધી હતું મારું 
પણ કોઈ બીજું એને ચોરી જાય ....
ગરબે રમતા ગરબે ફરતા 
છલકાય ભક્તિ નો રંગ
આ ભક્તિ પણ યૌવન રંગે રંગાઈ જાય ....

No comments:

પૂરાલેખ / અર્કાઇવ

લિપ્યાંતરણ

આ બ્લૉગ ને તમારી પસન્દ ની લિપિ માં વાંચો

Roman(Eng) Gujarati Bangla Oriya Gurmukhi Telugu Tamil Kannada Malayalam Hindi
Via chitthajagat.in

ઉપયોગી કડીઓ