Friday, September 23, 2011

જંગલે જંગલે દવ લાગે છે

જંગલે જંગલે દવ લાગે છે 
વાદળનું રૂદિયું રડવા માંડે છે 
દવને ફોરાંનું આલિંગન થાય ને 
ધરતી પર ત્યારે ઘાસની કુંપળો ઉગે છે ....
શાખે શાખે હસતું ઝાકળ 
થર થર થર થર ધ્રુજતું પાન 
કળીઓની પણ દાઢી કચકચે 
ત્યારે હિમાળો આવ્યો એમ જાણ ........
ગરમાયેલા વાયરાઓથી ધરણી
જયારે બળ બળ બળ બળ થાય 
આકાશ સામે કોઇથી પલક ના ઝપકાવાય
કાળ કોપેલો ઈ તો ઉનાળો કહેવાય ....

No comments:

પૂરાલેખ / અર્કાઇવ

લિપ્યાંતરણ

આ બ્લૉગ ને તમારી પસન્દ ની લિપિ માં વાંચો

Roman(Eng) Gujarati Bangla Oriya Gurmukhi Telugu Tamil Kannada Malayalam Hindi
Via chitthajagat.in

ઉપયોગી કડીઓ