Sunday, September 18, 2011

આભ જમીનનો ફરક છે ...

તારા અને મારા આકાશમાં 
આભ જમીનનો ફરક છે ...
તારું આકાશ અસીમ છે 
મારું આકાશ મુઠ્ઠીભર છે ...
તારા આકાશમાં સમાયેલી ઉંચી ઉડાન છે ,
મારા આકાશમાં બસ બે કદમનો સાથ છે ....
તારા આકાશમાં અગણિત જીજીવિષાઓ છે ,
તારા આકાશમાં ચાંદ, સૂરજ ને તારલાઓ છે ....
મારા આકાશમાં એક તાજી જ જન્મેલી છે એવી 
પસીનાની થોડી ભેજીલી બુંદો છે ....
તારા આકાશનો સીમાડો ક્યાંય નથી ,
મારા આકાશને માત્ર મારી આંગળીઓનો આધાર છે ....
તું શોધતો રહે મને નીલ ગગનમાં પંખેરું બની 
હું તારા નજરે દેખાતી નથી ...
તને તો મેં આકાશના  અસ્તિત્વનો એક ટુકડો લઈને 
કેદ કરીને રાખ્યો છે સદૈવ મારી આ હથેળી માં .....

No comments:

પૂરાલેખ / અર્કાઇવ

લિપ્યાંતરણ

આ બ્લૉગ ને તમારી પસન્દ ની લિપિ માં વાંચો

Roman(Eng) Gujarati Bangla Oriya Gurmukhi Telugu Tamil Kannada Malayalam Hindi
Via chitthajagat.in

ઉપયોગી કડીઓ