Thursday, September 15, 2011

ખોટું પદ મંડાઈ ગયું

એક ગલીના નાકે ઉભો રાખીને સમયને 
મેં આગળને આગળ ચાલ્યા કર્યું છે ...
નવા વળાંક,નવા મકાન ,નવા લોકો 
નવા ટોળા,નવી પ્રગતિ ,નવા મુકામ છે ...
તોય કેમ અચાનક થાય છે ચાલો 
હવે પાછળ જઈને પેલા ઉભેલા સમયને 
પાછો સાથે લઇ આવીએ તો કેવું રહે ???
એમાં બાળપણના છીપલાંવાળી  ડબ્બીઓ હતી ...
અને યુવાનીની અલ્હડ મસ્તીઓ હતી ...
છુપાઈને જોયેલી પેલી બારીમાં એક ચેહરો હતો ...
દિલના એક ખૂણામાં છુપાઈને ઉભેલી 
પહેલી પ્રીતની મૂંઝવણો હતી .....
બધું પાસે હતું ત્યારે લાગતું હતું કે 
જિંદગી તો આગળના વળાંક પર સુંદર હશે ...
બસ ,અહીં જ ખોટું પદ મંડાઈ ગયું જિંદગીના ગણિતનું ,
સમયને ત્યાં જ એકલો ઉભો રાખ્યો 
અને મારાથી આગળ ચલાઈ ગયું ......

No comments:

પૂરાલેખ / અર્કાઇવ

લિપ્યાંતરણ

આ બ્લૉગ ને તમારી પસન્દ ની લિપિ માં વાંચો

Roman(Eng) Gujarati Bangla Oriya Gurmukhi Telugu Tamil Kannada Malayalam Hindi
Via chitthajagat.in

ઉપયોગી કડીઓ