Tuesday, September 13, 2011

માત્ર લાગણી .....

કાગળના કોરા પણ પર થઈને વહેતી સ્યાહી ,
કૈંક વાંકી ચુકી થઈને ફરતી ફરતી ચકરડીની જેમ 
આમ તેમ થનગનતી ચાલ્યા કરે છે 
અને જયારે જોઉં છું તેના પગલાની છાપ 
ત્યારે મને કાગળના કોરા પટ પર એક ગઝલ વંચાય છે .....
એમાં સ્મૃતિઓ કેદમાંથી છૂટીને બહાર મહાલે છે ,
ક્યારેક દર્દ પૂર બનીને આંખોના બંધ તોડીને 
બહાર અવિરત વહેતું દેખાય છે ....
ક્યારેક ખીલખીલ કરતુ હાસ્યનું ઝરણું વહેતું જાય છે ...
ક્યારેક કોઈ વિરહ યાદ બનીને તડપતો જાય છે ....
કમાલ છે આ સ્યાહીની 
એક નાનકડી કલમનો લિબાસ પહેરીને 
એ લાગણીઓને કેટકેટલાય વાઘા પહેરાવે છે .....
સજીધજીને નીકળતી સૌ યૌવનાઓને નવા નામ મળે છે ને ??
હાઈકુ ,ગઝલ ,નઝમ ,કવિતા ,સોનેટ ...
પણ એ તો છે માત્ર લાગણી .....

No comments:

પૂરાલેખ / અર્કાઇવ

લિપ્યાંતરણ

આ બ્લૉગ ને તમારી પસન્દ ની લિપિ માં વાંચો

Roman(Eng) Gujarati Bangla Oriya Gurmukhi Telugu Tamil Kannada Malayalam Hindi
Via chitthajagat.in

ઉપયોગી કડીઓ