Monday, September 12, 2011

એક એક ટુકડો કરીને દિલનો ...

એક એક ટુકડો કરીને દિલનો 
એને હવામાં વિખેરવાની મજા છે ...
દર્દના કારણોને ગળે વળગાડીને
હંસતા હંસતા જીવવાની સજા છે....
નથી મળવાના ફરી ક્યારેય પણ 
એને ફરી પધારજો કહેવાની રજા છે....
જિંદગી ધસમસતી નદી જેવી હોય ભલે 
એને એક એક ઘૂંટડે પીવાની મજા છે....
દિલ તૂટવાનું જોખમ રહેતું હોય હર પળે
તો પણ મહોબ્બત કરવાની મજા છે...
પ્રેમ મળે કે ના મળે ભલે ના મળે કોઈનો ફિકર નથી
એનો ભરમ પણ જીવી જવાની મજા છે

No comments:

પૂરાલેખ / અર્કાઇવ

લિપ્યાંતરણ

આ બ્લૉગ ને તમારી પસન્દ ની લિપિ માં વાંચો

Roman(Eng) Gujarati Bangla Oriya Gurmukhi Telugu Tamil Kannada Malayalam Hindi
Via chitthajagat.in

ઉપયોગી કડીઓ