Saturday, September 10, 2011

સંવેદનાઓ......

સંવેદનાઓ સર્પ બની સરકે છે જયારે 
એક કવિતા કાંચળી બનીને ઉતરી આવે છે  ....
એક ડંખ બનીને હૃદય પર વેદનાનો ટહુકો
હોઠ પર ચિત્કાર બનીને ના નીકળી શક્યો ....
એ ચિત્કાર એક શ્વેત પવિત્ર નામ પર
એની સાથે જોડતો જાત એક ડાઘ ....
સંવેદનાના એ સર્પને સરકાવતા એક ઊંડી ગર્તામાં
બસ એના નામને હોઠોમાં બંદ કરીને દફન કરી દીધો ....
ચાહતની ચેતનામાં ઘૂંટાતી હોય છે વિરહની વેદનાઓ
ત્યારે એક પત્રના આંચળ પર પ્રેમ અંકિત થાય છે .....

No comments:

પૂરાલેખ / અર્કાઇવ

લિપ્યાંતરણ

આ બ્લૉગ ને તમારી પસન્દ ની લિપિ માં વાંચો

Roman(Eng) Gujarati Bangla Oriya Gurmukhi Telugu Tamil Kannada Malayalam Hindi
Via chitthajagat.in

ઉપયોગી કડીઓ