Friday, September 2, 2011

મારા ચેહરાની લગોલગ ......

એક ડાયરીના પાના પર કલમથી સરકતું


સહજ એક નામ છે તું ...

એક નામમાં એક આખેઆખી વ્યક્તિની

ઓળખાણ છે તું .....

નામ લખું ત્યારે ધીરેથી કાગળ પર

હાસ્ય બની પથરાઈ જાય છે ...

કલમની ટાંકથી થઇ

મારા ટેરવામાં સમાઈ જાય છે તું ...

જયારે ક્યારેક એકાંતને માણવા

સડકના કિનારે એકલી ચાલી જાઉં છું

ત્યારે મારો હાથ પકડી

મારી સાથે ચાલ્યા કરે છે ચુપચાપ તું .....

મૂક રહીને બસ એમ જ

મારા ચેહરાની લગોલગ ......

No comments:

પૂરાલેખ / અર્કાઇવ

લિપ્યાંતરણ

આ બ્લૉગ ને તમારી પસન્દ ની લિપિ માં વાંચો

Roman(Eng) Gujarati Bangla Oriya Gurmukhi Telugu Tamil Kannada Malayalam Hindi
Via chitthajagat.in

ઉપયોગી કડીઓ