Tuesday, August 30, 2011

એક માસુમ સપનું...!!!!



એક માસુમ સપનું મૌસમી ઝાકળ પર બેસીને હસી પડ્યું ....

આંખના પલકારે ઝાકળ વરસાદ બની વરસી પડ્યું ...

સપનું પણ ઝાકળ પર બેસી સરી પડ્યું ......

સપનામાં રંગ ભરેલા હતા ઘણા બધા ....

આ મારી શ્વેત ઓઢણી પર એક ફૂલની ભાત બની ગયું ....

મારા બાગમાં ખીલેલું પેલું પારીજાત ,

ગુલાબ સાથે કહેવા લાગ્યું ....

રંગ આપીશું ,રૂપ પણ આપીશું ,

એ આંખમાં વસેલા સપના તને રહેવા એક નગર આપીશું ....

બસ થોડી પળ તો રોકાતું જા મારી પાસે ,

કાલે સવારે તને સૌગાતમાં એક સૂરજ આપીશું ....

એ તો સપનું હતું ...

બસ એક હવાની લહેર જેવું ...વહી ગયું'તું .....

પેલા ઝાકળના બિંદુ સાથે હળી ગયું'તું ......

No comments:

પૂરાલેખ / અર્કાઇવ

લિપ્યાંતરણ

આ બ્લૉગ ને તમારી પસન્દ ની લિપિ માં વાંચો

Roman(Eng) Gujarati Bangla Oriya Gurmukhi Telugu Tamil Kannada Malayalam Hindi
Via chitthajagat.in

ઉપયોગી કડીઓ