Monday, August 29, 2011

એક વીજળી ...એક વાદળ .....

કાલે વાદળ અને વીજળી રાત્રે લડી પડ્યા ,

વાદળને વરસવું નહોતું અને વીજળી ગુસ્સે થઇ ,

ખુબ ગરજી ...ખુબ ગરજી ...

એની ગર્જનાઓથી વાદળની આંખો પણ વરસી ....

એ આંસુથી વીજળીને થયું એની ભૂલનું ભાન ,

વાદળને પવન પાંખે બેસાડીને

એ દૂર સુદૂર ફરવા લઇ ગયી ......

કેમ વીજળીને ગુસ્સો આવ્યો અને કેમ વાદળ રિસાયું????

બસ બેઉ એક મેક વગર અધૂરા હતા ....

અને કહેતા કંઈ નહોતા ...

પણ કદાચ એમને પ્રેમ હતો .....

એક જલાવી દેતો હતો આગ હતો ....

અને બીજું પાણીના બુંદોનો સાગર વાદળનું રૂપ લઇ ...

એ આગ ને પળવારમાં બુજાવી દેતો ....

એક વીજળી ...

એક વાદળ .....

બસ બે ઘડીનો ગુસ્સો ...

અને બહુ બધો પ્રેમ .....

હવે વાદળને જુઓ ત્યારે આ યાદ કરી લેજો ....

No comments:

પૂરાલેખ / અર્કાઇવ

લિપ્યાંતરણ

આ બ્લૉગ ને તમારી પસન્દ ની લિપિ માં વાંચો

Roman(Eng) Gujarati Bangla Oriya Gurmukhi Telugu Tamil Kannada Malayalam Hindi
Via chitthajagat.in

ઉપયોગી કડીઓ