Thursday, August 25, 2011

મને મૂંઝવી દે છે..........

મને મૂંઝવી દે છે આ વરસાદ

ક્યારેક ગર્જનાઓ કરીને

વાદળોની પાંખો પર બેસીને

દોડ્યો જાય છે દૂર સુદૂર ....

ક્યારેક ચુપચાપ આવીને

ભૂમિને ભીંજવતો રહે છે ...

મારી મૂંઝવણભરી ચેહરાની રેખાઓમાં

એ હસતો રહે છે ....

મારી કોરી ચુંદડીમાં સંતાવા આવે છે

અને મારી ચુંદડી મારા કહ્યામાં રહેતી નથી ....

મને પલાળીને તરબોળ કરે છે

ને વાદળોને કોરાધાકોર કરી નાખે છે .................

1 comment:

Prakash Jain said...

sundar....


www.poeticprakash.com

પૂરાલેખ / અર્કાઇવ

લિપ્યાંતરણ

આ બ્લૉગ ને તમારી પસન્દ ની લિપિ માં વાંચો

Roman(Eng) Gujarati Bangla Oriya Gurmukhi Telugu Tamil Kannada Malayalam Hindi
Via chitthajagat.in

ઉપયોગી કડીઓ