Wednesday, August 17, 2011

એક પ્રતીક્ષા આંજીને .....

હું આકાશમાં ઓગળી ગઈ

એક તેજરેખા થઇ કિરણો સાથે ફેલાઈ ગઈ

આ દેહથી મુક્ત એક હું

અનંતમાં સાંત થઇ ગઈ .....

બસ પારસમણીન સ્પર્શ માત્ર

એક જ્ઞાનવલય ના પરિઘમાં પગ મુકતા જ

એક સાકાર એક નિરાકારમાં અભિભૂત ....

આ એહસાસ છે એક સમાધિનો ....

જયારે અર્જુનની જેમ લક્ષ્યવેધ

એક માત્ર પક્ષીની આંખ ....

એક તેજ પુંજ ....

એક ઓળખાણ પળભરની

એક પળની રાહ માં ઉભી હું

બારસાખે ટેકવીને ઢળેલ માથું

અવિરત એક પ્રતીક્ષા આંજીને .....

No comments:

પૂરાલેખ / અર્કાઇવ

લિપ્યાંતરણ

આ બ્લૉગ ને તમારી પસન્દ ની લિપિ માં વાંચો

Roman(Eng) Gujarati Bangla Oriya Gurmukhi Telugu Tamil Kannada Malayalam Hindi
Via chitthajagat.in

ઉપયોગી કડીઓ