Thursday, August 4, 2011

પાંપણોની દીવાલ

સવારનો સૂરજે જગાડી મને

ત્યારે કહ્યું એને તારી પ્રતીક્ષામાં

હું રાત્રીનો છેલ્લો પ્રહર જાગી છું ...

લાગે છે તને આવતા આજે મોડું થયું .....

એ જાગતી આંખોમાં ત્યારે પણ

સ્વપ્નો તો આવતા જ રહ્યા અવિરત

એમને ક્યાં પાંપણોની દીવાલ નડે છે ????

=================================

દોસ્તી તો આંખમાં થઇ દિલમાં રહેતી હોય છે ,

એને સમયની દીવાલ પર તસ્વીર બની લટકવું પસંદ નથી .....

===============================================

માણસોથી ફાટ ફાટ થતા આ શહેરની

ફૂટપાથ પર ચાલતા વિચાર્યું

આ મુઠ્ઠીભર ના ધબકતા હૃદયમાં

કેટલા બધા લોકો પૂરી મોકળાશથી રહે છે !!!!!!!!!!!

No comments:

પૂરાલેખ / અર્કાઇવ

લિપ્યાંતરણ

આ બ્લૉગ ને તમારી પસન્દ ની લિપિ માં વાંચો

Roman(Eng) Gujarati Bangla Oriya Gurmukhi Telugu Tamil Kannada Malayalam Hindi
Via chitthajagat.in

ઉપયોગી કડીઓ