Tuesday, August 2, 2011

એ મારો શ્વાસ બની જાય છે .....

યાદ એક બગીચો હોઈ શકે ,
સુગંધિત પુષ્પો સાથે એમાં ક્યાંક કાંટા પણ વાગે ....
યાદ એક સોનેરી પાનું તમારા ભૂતકાળનું ....
જ્યાં જઈને તમે વિછોયેલાને મળી જાઓ છો ....
યાદ એક કબ્રસ્તાન પણ છે ,
જ્યાં તમને અણગમતી સ્મૃતિઓ દટાઈને સુતી હોય .....
યાદ જ્યાં એક જણ બીજા જણને નિર્વિઘ્ને મળી જતો હોય .....
યાદો જીવાડે છે ,યાદો મારી નાખે છે ,
યાદો આંખના ઝરૂખામાંથી ક્યારેક વહી જાય છે ,
યાદો ક્યારેક એકલા બેઠા હોઈએ
ત્યારે હસાવી જાય છે ......
આખી દુનિયા મને છોડી જાય જયારે
મને યાદો મારી અંગત સખી બની
મારા વિશ્વાસને જીવાડી જાય છે.....
કેમકે સુખદ સ્મૃતિ મને મળી ગયેલી અનાયાસે ,
એ મારો શ્વાસ બની જાય છે .....

No comments:

પૂરાલેખ / અર્કાઇવ

લિપ્યાંતરણ

આ બ્લૉગ ને તમારી પસન્દ ની લિપિ માં વાંચો

Roman(Eng) Gujarati Bangla Oriya Gurmukhi Telugu Tamil Kannada Malayalam Hindi
Via chitthajagat.in

ઉપયોગી કડીઓ