Sunday, July 24, 2011

એક કવિતા .....

લખવા બેસુંને કલમ સંતાઈ જાય ,

કાગળથી શરમાઈને શબ્દ પણ સંતાઈ જાય ,

લજ્જાને કહી દો બધે વહેતી ના ફરે હવા બની ,

લજામણીના છોડે બંધાઈને રહી જાય .........

એ શબ્દ સંતાયેલા આ હૈયાને હચમચાવી જાય છે ,

બંધ તોડીને પાંપણના અશ્રુનો વેશપલટો કરી વહી જાય છે ...

શબ્દને સ્યાહી બનાવી ભરી લઉં ખડિયામાં ,

અને કલમને કોરીને કોરી રહેવા દઉં કાગળ પર બેઠેલી .......

અશ્રુ વહી જશે ગાલ પર સરીને ,

ખડીઓ આડો પડી જશે જયારે ,

શબ્દો અશ્રુના સંગમમાં ત્યારે એક કવિતા બની જશે ........

No comments:

પૂરાલેખ / અર્કાઇવ

લિપ્યાંતરણ

આ બ્લૉગ ને તમારી પસન્દ ની લિપિ માં વાંચો

Roman(Eng) Gujarati Bangla Oriya Gurmukhi Telugu Tamil Kannada Malayalam Hindi
Via chitthajagat.in

ઉપયોગી કડીઓ