Tuesday, July 19, 2011

હું ,વરસાદ અને.......

હું ,વરસાદ અને વિચારોનો વાયરો ,
હું ,વરસાદ અને પેલી ભીંજાતી કાબરની કેટવોક ,
હું ,વરસાદ અને પેલા પાંખો ફફડાવતા હોલા ,
હું ,વરસાદ અને વરસાદે ભીંજાઈને ઉડતા પોપટનું પ્રણયગીત ,
હું ,વરસાદ અને બુંદો સાથે મૂક સંવાદ ,
હું ,વરસાદ અને કાળા વાદળો સાથે વીજળીનું નર્તન ,
હું ,વરસાદ અને ખુલ્લી બારીની વાછટ ,
હું ,વરસાદ અને કાગડો થયેલી છત્રી ,
હું , વરસાદ અને રેડીઓ પર વાગતું રોમાન્ટિક ગીત ,
હું ,વરસાદ અને વેલ પર ડોલતું પીળું ફૂલ ,
હું ,વરસાદ અને હથેળી પર ઝીલાતી બુંદોનું રચાતું તળાવ ,
હું ,વરસાદ અને ત્રાંસા વરસાદનું રમતિયાળ આલિંગન ,
હું ,વરસાદ અને વરસાદ સાથે વરસાદ વગરની હું ....
હું ,વરસાદ અને મારા વિરહમાં ઝૂરતો વરસાદ ...........
હું ,વરસાદ અને મારા મનની ભીનાશને શબ્દના કેમેરામાં કેદ કરવાની આ વ્યર્થ કોશિશ ...........
હું ,વરસાદ અને મારી કલમમાંથી ચુપકે થી પાછલા બારણેથી ભાગેલી મારી નટખટ કવિતા .......

No comments:

પૂરાલેખ / અર્કાઇવ

લિપ્યાંતરણ

આ બ્લૉગ ને તમારી પસન્દ ની લિપિ માં વાંચો

Roman(Eng) Gujarati Bangla Oriya Gurmukhi Telugu Tamil Kannada Malayalam Hindi
Via chitthajagat.in

ઉપયોગી કડીઓ