Monday, May 9, 2011

ઝખમ મળ્યા કૈંક એવા

ઝખમ મળ્યા કૈંક એવા

માંહેથી લોહી નહીં આંસુ નીકળે છે ....

સિસકારોય ય સંભળાતો નથી

હૈયું મૌન બની રડે છે ....

આપ્યા હોત કોઈ પારકાએ તો

હૈયાની વાત કરી કોઈને હળવા તો થાત ,

આ વખતે તો આપનાર પોતાના હતા

લીલાછમ ઝખમોના વહેણમાં તો શેં જીવાય ????

ભ્રમની એ મિથ્યા જાળ હતી

સમયની કટારીએ તાર તાર કરી ...

ઘડીક તો હચમચી ગયા અમે પણ ...

પણ સમજાઈ ગયું હવે આ જ દુનિયાની રીત છે ...

સુખ માંગતા તો મળતું નથી ક્યારેય ,

બસ દિલના દર્દ વણમાગ્યા મળી જાય છે ...

ઈલાજ મળતો નથી આ જગતમાં એનો

બસ એ ઝખમો તો ફક્ત આંસુથી જ ધોવાય છે ......

No comments:

પૂરાલેખ / અર્કાઇવ

લિપ્યાંતરણ

આ બ્લૉગ ને તમારી પસન્દ ની લિપિ માં વાંચો

Roman(Eng) Gujarati Bangla Oriya Gurmukhi Telugu Tamil Kannada Malayalam Hindi
Via chitthajagat.in

ઉપયોગી કડીઓ