Wednesday, April 6, 2011

આંખો અનરાધારે

રીસામણે ભરાયા બે યુવા હૈયા ,
એકને થાય બીજું બોલાવે
બીજાને થાય હું શીદ બોલાવું ?
બસ અબોલાની મોસમ છલકે ,
વિરહ વરસે દિવસ ને રાતે ,
વિચારોના વાદળ ઘેરાય
યાદો વરસે અનરાધારે ....
પલળે મનડું ઘેલું થાય
પણ મૌનના પડળ ના કોઈ તોડે ....
અનાયાસે આમનો સામનો થયો એક દિન ,
હોઠ તો સીવાયેલા રહ્યા ,
ને આંખો તોડી ગયી ઉંબરો પલક તણો,
અબોલા શમી ગયા આંખોના ઈશારે ,
આંખો અનરાધારે વરસી ગયી ,
એક હથેળી બીજી હથેળીને હાથમાં લઇ
વિરહ વ્યથાને શ્વસતી રહી ......

No comments:

પૂરાલેખ / અર્કાઇવ

લિપ્યાંતરણ

આ બ્લૉગ ને તમારી પસન્દ ની લિપિ માં વાંચો

Roman(Eng) Gujarati Bangla Oriya Gurmukhi Telugu Tamil Kannada Malayalam Hindi
Via chitthajagat.in

ઉપયોગી કડીઓ