Saturday, March 19, 2011

આ ફાગણે ફોર્યો કેસુડો

આ ફાગણે ફોર્યો કેસુડો ,
મને સાદ દેતો રંગવાને ,
મારા પરદેસી પીયુડા ,
આંખે આંજ્યો 'તો રંગ મેં તારા આગમનનો ,
મારી ઓઢણી રંગી દેને રંગ કસુંબી લગાવી ને ,
તારા વાસંતી ચેહરાને મઢાવી દે મારા દલડા માહે
એક તસ્વીર બનાવીને ....
બસ આ ફાગણની વાટલડી હતી મને આ સવાર
બંધાશું ભીન્જાઈશું આપણે બેઉ
આવતા ફાગણીએ તારા ગામ તારા આંગણિયે ,
જ્યાં નહીં હોય કોઈ વાટલડી પીયુ ને
હશે જનમોજનમનો સાથ અને તું મારો ભરથાર ...

No comments:

પૂરાલેખ / અર્કાઇવ

લિપ્યાંતરણ

આ બ્લૉગ ને તમારી પસન્દ ની લિપિ માં વાંચો

Roman(Eng) Gujarati Bangla Oriya Gurmukhi Telugu Tamil Kannada Malayalam Hindi
Via chitthajagat.in

ઉપયોગી કડીઓ