આયનામાં નિહાળું રોજ ખુદને
મનમાં મલકાઈને ,
છબી ખોળે મારી નજરો એમાં
કોઈક અપ્રતિમ સુંદરતાની ,
કહે પ્રતિબિંબ મને કેમ શોધે તું કોઈને ???
નિજને ઓળખ જરા ,
શ્યામલસા ચેહરા પર દીપ્તિ છે તારા ,
તુજના જ્ઞાનની ,
તું નથી રૂપગર્વિતા પણ ,
આ ઓજસનો થશે ટંકાર એવો
કે કદાચ રૂપગર્વિતા પરાસ્ત થઇ જાય .........
No comments:
Post a Comment