Monday, March 7, 2011

તારો ઇન્તઝાર

તારો ઇન્તઝાર રહેશે મને અહર્નિશ
જાણું છું કે વાયદો નિભાવવો મુશ્કેલ હશે તારા માટે ,
મારા દ્વારને ઇન્તઝાર રહેશે તારા દ્વારા ખખડાવવાનો ,
જાણું છું કે તું પણ બેબસ હોય છે મારી જેમ જ ક્યારેક ,
મારા સુધી પહોચવાનો તો એક જ રસ્તો છે ,
ના લઈશ ક્યારેય ઈજાજત આવવાની ,
જયારે મન થાય ત્યારે વગર પૂછ્યે ચાલી આવજે ....
કેમ કે જે માને છે મને પોતાની
એ રજા માંગવાની જુર્રત નથી કરતા ક્યારેય ...
એ તો હક્ક થી ચાલ્યા આવે છે ...
તું નહીં જ આવે એ ખબર હોવા છતાય
દિલ ને તારા આગમનની રાહ રહે છે ....

No comments:

પૂરાલેખ / અર્કાઇવ

લિપ્યાંતરણ

આ બ્લૉગ ને તમારી પસન્દ ની લિપિ માં વાંચો

Roman(Eng) Gujarati Bangla Oriya Gurmukhi Telugu Tamil Kannada Malayalam Hindi
Via chitthajagat.in

ઉપયોગી કડીઓ